દેશનીરાજધાની દિલ્હીમાં મુડકા વિસ્તારમાં અકસ્માતમાં ગઇકાલે આગ લાગવાની ઘટનામાં ર૭લોકોના મોત થયા છે અને ૧ર વ્યકિતઓ ઇજાગ્રસ્ત બની છે. મૃત્યુઆંક હજી વધે તેવીસંભાવના છે.
આગનેકાબુમાં લેવામાં ૩૦ ફાયર ટેન્કરો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુમેળવ્યો હતો. આ વિસ્તારમાં હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે.
દિલ્હીપોલીસના ડીસીપી સમીર શર્માએ જણાવ્યું કે, પચાસ થી વધુ લોકોને અત્યાર સુધી બચાવીલેવાયા છે, આગલાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
પ્રધાનમંત્રીએઆગ દુર્ધટના પર શોક વ્યકત કરતા કહયું કે, મૃતકોના પરીવારજનો દિલસોજી પાઠવી છે.તેમણે ઘાયલોના જલ્દી સાજા થવાની કામના કરી હતી.
પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ છેલ્લી આગ દુર્ધટનામાં મૃતકોના પરીવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીયરાહત ભંડોળમાંથી બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. ઘાયલોને પ૦-પ૦ હજારની સહાયકરવામાં આવશે.
ગૃહમંત્રીઅમિત શાહે આ ઘટનાની દુઃખદ ગણાવતા બચાવકાર્ય અને ઘાયલોને તત્કાલીન સારવારનેપ્રાથમિકતા આપવા કહયું છે. ગૃહરાજયમંત્રી નિત્યાનંદ રાયે કહયું કે ઇમારતના માલિકનીધરપકડ કરાઇ છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.