Thursday, May 19, 2022

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશ સ્ટાર્ટ-અપ નીતિનો આરંભ કરાવ્યો.

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ ગઇકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશ સ્ટાર્ટ-અપ નીતિનો આરંભકરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ  ઈન્દોરનાબ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત સ્ટાર્ટ-અપ કોન્ક્લેવ-2022માં સ્ટાર્ટ-અપપોર્ટલ પણ લોન્ચ કર્યું.

પ્રધાનમંત્રીએરિમોટ કંટ્રોલ દ્વારા મધ્યપ્રદેશ સ્ટાર્ટ-અપ પોલિસીનો લાભ લઈ રહેલા યુવાનોનેનાણાકીય સહાય પૂરી પાડી હતી. પ્રધાનમંત્રીએ કેટલાક સ્ટાર્ટ-અપ્સ સાથે વાતચીત કરી.

કોન્ફરન્સદરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પસંદગીના સ્ટાર્ટ-અપ્સની સફળતાની વાર્તાઓનો સંગ્રહ રજૂકર્યો.

અગાઉસ્થળ પર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી ઓમપ્રકાશ સાખલેચા દ્વારા નવા પ્રવાહોઅને  નવીનતાઓના પ્રદર્શનનું ઉદ્ઘાટનકરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં નવા સ્ટાર્ટઅપ્સ દ્વારા નવીનતા અને સાહસિકતાપર આધારિત ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  દિવસભર ચાલેલા કોન્ક્લેવમાં સમગ્ર દિવસ દરમિયાનવિવિધ સત્રોમાં ચર્ચાઓ થતી જોવા મળી હતી.

- Advertisement -spot_img
Latest news
Related news