Thursday, May 19, 2022

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના લોકપ્રિય આકાશવાણી કાર્યક્રમ “મન કી બાત” માં સામેલ કરવા લાયક વિચાર અને દ્રષ્ટાંત મોકલવા માટે લોકોને આગ્રહ અને અપીલ કરી

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ પોતાના લોકપ્રિય આકાશવાણી કાર્યક્રમ “મન કી બાત” માંસામેલ કરવા લાયક વિચાર અને દ્રષ્ટાંત મોકલવા માટે લોકોને આગ્રહ અને અપીલ કરી છે.

“મનકી બાત” નો આગામી મણકો 29 મી મે ના રોજ પ્રસારિત થવાનો છે. પ્રધાનમંત્રીમોદીએ ટ્વીટમાં જણાવ્યું છે કે, નમો એપ અને માયગોવ પોર્ટલ ઉપર સૂચન અપલોડ કરી શકાશે, ઉપરાંત ટોલ ફ્રી ટેલિફોન હેલ્પલાઈનનંબર 1800-11-7800 ઉપર વોઇસ મેસેજ પણ રેકોર્ડ થઈ શકે તેવી સગવડ ઊભી કરવામાં આવીછે. “1922” ઉપર મિસ કોલ કરવાની એસ.એમ.એસ. વડે મળેલી લીંક ખોલીને પણ સૂચનનોંધાવી શકશે તેમ પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું છે.

- Advertisement -spot_img
Latest news
Related news