Thursday, May 19, 2022

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત અમદાવાદમાં કાળઝાળ ગરમીનું રેડ એલર્ટ અપાયું તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં તીવ્ર હિટવેવની આગાહી.

ગુજરાતઆખામાં અસહ્ય ગરમીનું વાતાવરણ ગઇકાલે પણ યથાવત રહ્યું છે અને કાળઝાળ તાપ પડતોહોવાથી જનજીવન ઉપર અસર થઈ છે.

અમદાવાદમાંગઇકાલની માફક આજે પણ ગરમીનો પારો 45 ડિગ્રીથી વધવાની શક્યતાને પગલે રેડ એલર્ટઅપાયું છે, જ્યારેઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં “હિટવેવ”ની કડક આગાહી હવામાન ખાતાએઆપી છે. બપોરે ખુલ્લા તડકામાં નહિ જવાની ચેતવણી ઉપરાંત વધુમાં વધુ પાણી પીવાનીસલાહ હવામાન ખાતાએ આપી છે.

“હિટવેવ”ની આગાહી ધરાવતા જિલ્લામાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણનો સમાવેશ થાય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છ જિલ્લામાં ખૂબ આકરો તાપપડવાની આગાહી છે.

ગઇકાલેસૌથી વધુ મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સીયસ તાપમાન, સુરેન્દ્રનગર ખાતે નોંધાયું હતું.

આસાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી, અમરેલીમાં અને ગાંધીનગરમાં 45 ડિગ્રી, રાજકોટમાં 44 ડિગ્રી, ભૂજ, વડોદરા અને વડોદરામાં 42 ડિગ્રી તાપમાનનોંધાયું છે.

- Advertisement -spot_img
Latest news
Related news