Thursday, May 19, 2022

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને UAEના આર્થિક બાબતોના મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મારીએ ગઇકાલે મુંબઈમાં ભારત-UAE આર્થિક ભાગીદારી સમિટનું ઉદ્ઘાટન કર્યું.

વાણિજ્યઅને ઉદ્યોગ મંત્રી  પીયૂષ ગોયલ અને UAEના આર્થિક બાબતોના મંત્રી અબ્દુલ્લાબિન તૌક અલ મારીએ ગઇકાલે મુંબઈમાં ભારત-UAE આર્થિક ભાગીદારી સમિટનું ઉદ્ઘાટનકર્યું હતું. બંને નેતાઓએ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ભારત-UAE સ્ટાર્ટ-અપ બ્રિજનું પણ લોકાર્પણકર્યું. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી દ્વારા આ કોન્ફરન્સનું આયોજન કરવામાંઆવ્યું છે.

ઉદઘાટનસત્રમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત અને UAE પાસે સાથે મળીને કામ કરવાની વિશાળક્ષમતા છે. તેમણે કહ્યું કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર-CEPA વિશ્વભરના બજારો માટે તકો પૂરી પાડશે.

શ્રીગોયલે કહ્યું કે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેનો વેપાર 100 બિલિયન અમેરિકીડોલર  સુધી પહોંચવાની અપેક્ષા છે.ફાર્માસ્યુટિકલ સેક્ટર અંગે શ્રી ગોયલે જણાવ્યું હતું કે CEPA એ UAE માં ભારતીય ફાર્મા ઉત્પાદનોની ઝડપીમંજૂરી માટે માર્ગ પૂરો પાડ્યો છે. તેમણે કહ્યું કે પ્રથમ વખત કોઈ દેશે ભારતને આવોલાભ આપ્યો છે.

આપ્રસંગે શ્રી મારીએ જણાવ્યું હતું કે સંયુક્ત આરબ અમીરાત ભારતનો બીજો સૌથી મોટોનિકાસ કરતો દેશ છે. તેમણે કહ્યું કે CEPA ભારતીય કંપનીઓને UAEમાં તેમની પહોંચ વિસ્તારવા માટે સારીતકો પૂરી પાડે છે.

- Advertisement -spot_img
Latest news
Related news