આયુષ્માનભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ અત્યાર સુધીમાં 18 કરોડથી વધુઆયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યાછે. આ યોજના હેઠળ આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે.
કેન્દ્રિયઆરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે આ યોજના ગરીબો માટેવરદાન સાબિત થઈ છે. તેમણે કહ્યું કે આયોજના અંતર્ગત ત્રણ કરોડ 20 લાખથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છેઅને તેમને સારવાર અને 37 હજાર 398 કરોડ રૂપિયાની સુવિધાઓ મળી છે. પ્રધાનમંત્રીમોદીએ 23મી સપ્ટેમ્બર 2018ના રોજ દરેક પરિવારને પાંચ લાખ સુધીની મફત આરોગ્ય સેવાઓઆપવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના શરૂ કરી હતી.