Thursday, May 19, 2022

અમદાવાદ ખાતે કાઉન્ટ ડાઉન યોગોત્સવ, યોગ નિદર્શન કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ગઇકાલે યોજાઈ ગયો, જેમાં 500થી વધુ યોગ સાધકો જોડાયા.

અમદાવાદખાતે પ્રાદેશિક લોક સંપર્ક કાર્યાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આગામીઆંતરરાષ્ટ્રીય યોગ દિવસને 39 દિવસ બાકી છે એ નિમિતે કાઉન્ટ ડાઉન યોગોત્સવ, યોગ નિદર્શન કાર્યક્રમ સાબરમતીરિવરફ્રન્ટ ઉપર ગઇકાલે યોજાઈ ગયો, જેમાં 500થી વધુ યોગ સાધકો જોડાયા હતા.

આપ્રસંગે પીઆઈબી અને આરઓબી ગુજરાત રિજિયનના વડા એડિશનલ ડાયરેક્ટર જનરલ ડોક્ટર ધીરજકાકિડયાએ ભગવદ ગીતાને ટાંકીને યોગનું મહત્વ સમજાવ્યું હતું અને રોજિંદા જીવનમાંયોગને સ્થાન આપી શરીરને નિરોગી રાખવા સૌને અનુરોધ કર્યો.

ભારતીયયોગ સંસ્થાનના ગુજરાત પ્રાંતના પ્રમુખ દેવરાજભાઈ પટેલે કહ્યું હતું કે દરેક માણસપોતે  સ્વસ્થ અને નિરોગી રહેવા પ્રયત્નકરશે તો સમાજ અને દેશ તંદુરસ્ત બનશે.. તેમણે નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ સૌને લેવડાવ્યો હતો.

- Advertisement -spot_img
Latest news
Related news