Thursday, May 19, 2022

UAEના આર્થિક બાબતોના મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મારીએ નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે મુલાકાત કરી.

સંયુક્ત આરબ અમીરાતના આર્થિક બાબતોના મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ  મારીએ ગઇકાલે નવી દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે મુલાકાત કરી.
બેઠક દરમિયાન ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અને આર્થિક  અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને વધારવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી મારીના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ સંયુક્ત આરબ અમીરાતથી ભારત આવ્યું છે. બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે ભારત-સંયુક્ત આરબ અમીરાત આર્થિક ભાગીદારી સમિટ અંતર્ગત પરસ્પર  સંબંધોને સુવર્ણકાળ તરફ લઈ જવા અંગે ચર્ચા કરવામાં આવશે.
નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે આવી નિયમિત બેઠકો અને બંને દેશો વચ્ચેના વિચારોનું આદાનપ્રદાન વર્તમાન સંસ્થાકીય વ્યવસ્થાનો યોગ્ય લાભ ઉઠાવીને સહકારના નવા આયામો વિકસાવશે.
- Advertisement -spot_img
Latest news
Related news