જમ્મુ અને કાશ્મીરમાં ટકાઉ પર્યાવરણીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક લોકો માટે આજીવિકાના કુદરતી વૈકલ્પિક સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા, પ્રથમ પક્ષી ઉત્સવ ટૂંક સમયમાં યોજવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન અને સાંસ્કૃતિક સચિવ સરમદ હાફીઝે જણાવ્યું હતું કે આ ઉત્સવ શરૂઆતમાં પહેલગામ અને દચીગામ પ્રદેશોમાં યોજવાનું આયોજન છે. તેમણે કહ્યું કે પક્ષી નિરીક્ષણ સત્રો, જાગરૂકતા શિબિરો અને સંરક્ષણ અભિયાનો ઉપરાંત, લગભગ એક મહિના માટે જમ્મુ અને કાશ્મીરમાં પક્ષી નિરીક્ષણ સ્થળોની સ્થાપના કરવામાં આવશે.