સરકારે, ડોક્ટર વી.અનંત નાગેશ્વરનની મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂંક કરી છે, તેમણે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.
આ અગાઉ ડોક્ટર નાગેશ્વરન એક લેખક, શિક્ષક અને સલાહકારના રૂપમાં કામ કરી ચૂક્યા છે.
તેમણે ભારત અને સિંગાપુરમાં ઘણી બિઝનેસ સ્કૂલો અને મેનેજમેન્ટ સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપી છે.
તેમણે અમદાવાદ-આઈઆઈએમમાંથી સ્નાતક ડિપ્લોમા અને મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ ડિગ્રી મેળવી છે.
શ્રી નાગેશ્વર 2019થી 2021 સુધી પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય રહી ચૂક્યા છે