Thursday, May 26, 2022

ભારત અને બ્રિટને, ભારત – બ્રિટન મુક્ત વ્યાપાર સમજૂતી માટે પ્રથમ તબક્કાની મંત્રણા પૂરી કરી છે.

        ભારત અને બ્રિટને, ભારત – બ્રિટન મુક્ત વ્યાપાર સમજૂતી માટે પ્રથમ તબક્કાની મંત્રણા પૂરી કરી છે.
        વાણિજ્ય અને ઉદ્યોગમંત્રાલયના જણાવ્યા પ્રમાણે, બંને દેશોના તકનીકી નિષ્ણાંતોએ 26 નીતિગત ક્ષેત્રો વિશે વિચાર – વિમર્શ કર્યો હતો.
        વાતચીતમાં નાણાંકીય સેવાઓ, દૂરસંચાર, મૂડીરોકાણ, બૌદ્ધિક સંપદા, સીમા વેરો અને વ્યાપાર સુવિધા સહિતની વસ્તુઓ તથા સેવાઓમાં વ્યાપાર બાબતે વિચાર – વિમર્શ થયો હતો.
        મંત્રાલયે જણાવ્યું કે, મંત્રણા ફળદાયી રહી હતી અને તેનું લક્ષ્ય ભારત અને બ્રિટન વચ્ચેના વ્યાપારને વધુ મજબૂત બનાવવાનું હતું.
        બીજા તબક્કામાં વાતચીત આ વર્ષે 7થી 18 માર્ચ દરમિયાન યોજાશે.
- Advertisement -spot_img
Latest news
Related news