Thursday, May 26, 2022

રાજ્યમાં ગઇકાલે કોરોનાના નવા 12 હજાર 131 કેસ નોંધાયા છે. પરંતુ મૃત્યુઆંકમાં ગઇકાલ કરતાં સહેજ વધારો નોંધાયો છે

        રાજ્યમાં ગઇકાલે કોરોનાના નવા 12 હજાર 131 કેસ નોંધાયા છે. પરંતુ મૃત્યુઆંકમાં ગઇકાલ કરતાં સહેજ વધારો નોંધાયો છે.
        ગઇકાલે રાજ્યમાં કોરોનાના કારણે 30 દર્દીઓના મૃત્યુ થયા છે.
        રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 89.56 ટકા થયો છે.
        રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ કરતાં બમણા દર્દીઓ સાજા થયા છે.
        રાજ્યમાં ગઇકાલે 22 હજારને 70 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
        રાજ્યમાં હાલ કુલ સક્રિય કેસની સંખ્યા એક લાખ 79 હજારને 15 છે. જેમાંથી એક લાખ 76 હજારને 18ની સ્થિતિ સ્થિર છે. અને 297 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
        રાજ્યમાં ગઇકાલે સાંજે પાંચ વાગ્યા સુધીના કુલ એક લાખ 94 હજારને 350 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
        જેમાંથી 32 હજાર 356 જેટલા 15થી 18 વર્ષના બાળકોને જ્યારે 65 હજાર 167 જેટલા સાવચેતીરૂપ ડોઝ તરીકે અપાયા છે.
- Advertisement -spot_img
Latest news
Related news