ગઇકાલે કોરોનાના નવા 21 હજાર 225 કેસ નોંધાયા. જ્યારે નવ હજાર 245 દર્દીઓ સાજા થયા. કોરોનાથી સાજા થવાનો દર 87.58 ટકા થયો છે.
રાજ્યમાં હાલમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક લાખ 16 હજાર 843 છે. જેમાંથી 172 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીદે 16 દર્દીઓના મોત નિપજ્યા છે.
દરમિયાન ગઇકાલે કોરોનાની રસીના બે લાખ 10 હજાર 600 જેટલા ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 36 હજાર 330 જેટલા 15થી 18 વર્ષના બાળકોને તેમજ 52 હજાર 114 જેટલા સાવચેતી રૂપ ડોઝ આપવામાં આવ્યા છે.