આણંદ તાલુકાની 15 ગ્રામ પંચાયતોની ઉપ સરપંચની ચૂંટણી ના ગઇકાલે યોજાયેલ પ્રથમ તબક્કામાં આઠ બિનહરીફ જ્યારે સાત ગામોમાં ચુંટણી કરવામાં આવી હતી.
આણંદ તાલુકાના 15 ગામોમાં જિલ્લા પંચાયતના નિરીક્ષકની હાજરીમાં બપોરે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઉપ સરપંચપદે બિન હરીફ તરીકે અડાસ, ખેરડા, ગોપાલપુરા, નાપાડ વાટા, મેઘવા ગાના, લાંભવેલ, સારસા, અને સુંદણ ગામનાના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા.જ્યારે કાસોર, કુંજરાવ, ગામડી, જિટોડીયા, જાંખરીયા, રાસનોલ, વહેરાખાડી માં ચૂંટણી યોજવામાં આવી હતી.
હવે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચ અને ઉપસરપંચ સહિત નવી ચૂંટાયેલ ટીમ સ્થાનિક સત્તાની ધુરા સંભાળશે.આ ઉપરાંત જિલ્લાના આણંદ, બોરસદ,સોજીત્રા,પેટલાદ,ઉમરેઠ તાલુકાની ગ્રામ પંચાયતોમાં પણ તબકકાવાર ચુંટણી યોજાશે. બાકી રહેલી તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણી આગામી 24 મી જાન્યુઆરીએ બીજા તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. આણંદ જિલ્લાની 27 ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચ પદ માટે મોટાભાગના ગામોમાં બિનરહીફ જાહેર કરવામાં આવ્યા છે.