ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના મોટાભાગના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે.
અત્યાર સુધીમાં કુલ 388 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
કોવિડ કેસમાં વધારાને કારણે ચૂંટણી પંચે ઓનલાઈન ઉમેદવારી નોધાવવાની સુવિધા પૂરી પાડી છે. આ માટે ઓનલાઈન ટ્યુટોરિયલ્સનું આયોજન કર્યું હતું.
પ્રથમ તબક્કામાં મતદારોનો સામનો કરી રહેલા કેટલાક જાણીતા ઉમેદવારોમાં આગ્રા ગ્રામીણ ક્ષેત્રમાંથી ઉત્તરાખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ બેબી રાની મૌર્ય, વર્તમાન સરકારમાં કેબિનેટ મંત્રી શ્રીકાંત શર્મા મથુરાથી, ભાજપના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સંગીત સોમ મેરઠથી મુખ્ય છે.
દરમિયાન, રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે કોઈ કસરછોડી રહ્યા નથી અને છેલ્લી ઘડીએ કેટલાક ઉમેદવારોને બદલવામાં આવ્યા છે. આગ્રા જિલ્લામાં બસપા અને સપાએ પોતાના બે-બે ઉમેદવારો બદલ્યા છે.
ઉત્તરાખંડમાં વિધાનસભાની 70 બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરવાની કામગીરીનો આરંભ થયો છે. 28મી તારીખ સુધી ઉમેદવારીપત્રો ભરાશે, અને 29મી જાન્યુઆરીએ ચકાસણી થશે.
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી છે. 14મી ફેબ્રુઆરીના રોજ 70 બેઠકો માટે મતદાન યોજાશે.
ઉત્તરાખંડમાં કુલ 82 લાખ 38 હજાર 187 મતદારો છે. ગૃહની કુલ 70 બેઠકોપૈકી 14 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને બે બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
ઉત્તરાખંડમાં, રાજકીય ગતિવિધિઓ વેગ પકડી રહી છે અને નેતાઓ વિવિધ માધ્યમો દ્વારા પક્ષના કાર્યકરો અને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મોટાભાગના રાજકીય પક્ષો શક્ય તેટલું ડિજિટલ રીતે પ્રચાર માટે પ્રયત્નશીલ છે.
ભાજપે ગઈકાલે 59 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે, અનેતેમાં મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને જાળવી રાખ્યા છે.
14મી ફેબ્રુઆરીએ યોજાનારી 40 સભ્યોની ગોવા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રભરવાની પ્રક્રિયા આજે શરૂ થઈ છે.
ભાજપે ગઈકાલે 34 ઉમેદવારોની યાદી જાહેર કરી છેઅને બાકીના 6 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવશે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે 4 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા.
એનસીપીએ શિવસેના સાથે ગઠબંધન કર્યું છે.
શિવસેના આજે કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે. કોંગ્રેસે ગઈકાલે વધુ 5 ઉમેદવારોના નામજાહેર કર્યા છે.
કોંગ્રેસે સ્થાનિક ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 36 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને ગોવા ફોરવર્ડ પાર્ટીને 3 બેઠકો આપી છે.
તૃણમૂલ કોંગ્રેસે સ્થાનિક મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.
|