Saturday, January 22, 2022

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના ખેડૂતો સાથે કર્યો વર્ચ્યુઅલી સંવાદ

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયાસ અંતર્ગત નેચરલ ફાર્મિંગ ટુ ફાર્મર સેમિનારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરથી પ્રાકૃ઼તિક કૃષિ વિષય ઉપર ખેડુતો સાથે વર્ચ્યુઅલ સંવાદ યોજ્યો હતો. ખેડુતો સાથેના સંવાદમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર અને કેમિકલના ઉપયોગના કારણે જમીનો ખરાબ થઈ રહી છે. ત્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા જ જમીનને બચાવી શકાય છે. વધુમાં તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીના કારણે ઉપજ વધે છે, પાણીનો ઉપયોગ પણ ઓછો થાય છે. આ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખેડુતો સાથેના સંવાદમાં જોડાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડુતોને પ્રાકૃતિક ખેતી ઉપર ખાસ માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -spot_img
Latest news
Related news