Tuesday, January 25, 2022

ઉત્તરાયણ તહેવાર દરમિયાન પતંગના દોરીથી ગરદનને ઇજા થવાની સૌથી વધુ ઘટનાઓ અમદાવાદ જીલ્લામાં બની

ઉત્તરાયણ તહેવાર દરમિયાન પતંગના દોરીથી ગરદનને ઇજા થવાની સૌથી વધુ ઘટનાઓ અમદાવાદ જીલ્લામાં બની છે.   અમદાવાદ જીલ્લામાં ૭૪ જ્યારે વડોદરામાં ૨૮, સુરતમાં ૨૭, રાજકોટમાં ૨૬, ભાવનગરમાં ૧૦,ગાંધીનગરમાં ૮ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં મહત્તમ ૬ થી લઘુત્તમ ૧ જેટલાં નોંધાયા છે.
વડોદરા ૧૦૮ સેવાના મેનેજર નિલેશ ભરપોડાએ આકાશવાણી સાથે વાત કરતાં જણાવ્યું કે ગઇકાલે 108 ને આખા રાજ્યમાંથી ધારદાર દોરીથી ગળાને લોહિયાળ ઇજાના ૨૪૮ કોલ મળ્યા હતા. જેમાંથી ૨૮ કોલ વડોદરા જિલ્લામાંથી મળ્યા હતા જેમાં ૧૦૮ સેવા જીવન રક્ષક બનીને મદદે પહોંચી હતી.
- Advertisement -spot_img
Latest news
Related news