Saturday, January 29, 2022

મધ્ય પ્રદેશ અને કેરળે કોવીડના કેસોમાં વધારો થતા નવા નિયંત્રણો જાહેર કર્યા

મધ્ય પ્રદેશ અને કેરળે કોવીડના કેસોમાં વધારો થતા નવા નિયંત્રણો જાહેર કર્યા છે.

આ નિર્ણય મુજબ મધ્યપ્રદેશમાં ધોરણ એકથી બાર સુધીના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય આગામી ૩૧ મી જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવ્યું છે. તમામ ધર્મિક, સામાજિક પ્રકારના મેળાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સામાજિક, રાજકીય કાર્યક્રમો ૨૫૦ લોકોની મર્યાદિત સંખ્યામાં યોજી શકાશે. મધ્ય પ્રદેશમાં ગઈકાલે કોવીડના નવા ૪ હજાર ૭૫૫ કેસ નોંધાયા છે.

કેરળમાં પણ કોવીડના નવા 16 હજાર ૩૩૮ કેસ નોંધાતા નવા નિયંત્રણો જાહેર કરાયા છે. ધોરણ ૯ સુધીના વર્ગોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. એવીજ રીતે રાજ્યમાં રાત્રી કરફ્યું ઉપરાંત વીકેન્ડમાં લોકડાઉન લાગુ કરાશે

- Advertisement -spot_img
Latest news
Related news