Saturday, January 22, 2022

કોરોના મહામારી માં કોરોના નું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્યના કેટલાક મંદિરો બંદ કરવાનો નિર્ણય કરાયો

કોરોના મહામારી માં કોરોના નું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્યના કેટલાક મંદિરો બંદ કરવાનો નિર્ણય કરાયો છે.  ડાકોર માં રાજા રણછોડજી નું મંદિર કોરોના મહામારી ને કારણે સોમવારે પોષી પૂનમ ને દિવસે સંપૂર્ણ બંધ રહેશે  કોરોના સંક્રમણ વધુ ફેલાય નહિ તે માટે ડાકોર ટેમ્પલ કમિટી એ આ નિર્ણય કર્યો છે તેમ ડાકોર ટેમ્પલ મેનેજર અરવિંદ મહેતા એ જણાવ્યું હતું
        આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું પ્રસિધ્ધ અંબાજી મંદિર પણ આજથી 23 જાન્યુઆરી સુધી ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવશે. કોરોના સંક્રમણના વધતા જતા કેસને લઈ આ નિર્ણય કરાયો છે. આ સાથે પ્રાગટ્યોત્સવની ઉજવણી અને શોભાયાત્રા પણ બંધરાખવામા આવશે.
મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઓનલાઈન દર્શનનો લાભ લેવા તેમજ કોવિડ ગાઇડલાઇનનુ પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -spot_img
Latest news
Related news