Saturday, January 29, 2022

દેશમાં દર વર્ષે ૧૬મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કરાયો

પ્રધાનમંત્રીએ  નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2022 દેશમાં સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ માટે ઘણી શક્યતાઓ લઈને આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારત આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે દેશની પ્રગતિમાં સ્ટાર્ટ અપની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. પ્રધામંત્રી  નરેન્દ્ર મોદીએ  વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્ટાર્ટઅપ્સ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, 16મી જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટ-અપ્સ ડે તરીકે ઉજવવામાં આવશે.
દેશની પ્રગતિમાં સ્ટાર્ટઅપના મહત્વ પર તેમણે કહ્યું કે, ભારતના સ્ટાર્ટ-અપ્સનો સુવર્ણ યુગ હવે શરૂ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, આ દાયકાને the techade of India  કહેવામાં આવે છે અને સરકાર સમગ્ર દેશમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે નક્કર પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે, નવા ડ્રોન નિયમો હોય કે નવી સ્પેસ પોલિસી હોય, સરકારની પ્રાથમિકતા યુવાનોને ઈનોવેશન માટે તકો પૂરી પાડવાની છે.
let’s Innovate for India and innovate from India  એવો મંત્ર આપતાં પ્રધાનમંત્રીએ એ કહ્યું કે, ભારત ગ્લોબલ ઈનોવેશન રેન્કિંગમાં 46માં નંબરે પહોંચી ગયું  છે. , સ્ટાર્ટઅપે લાખો યુવાનોને રોજગારી પૂરી પાડી છે
પ્રધાનમંત્રીએ એ કહ્યું કે  સરકારે આઈપીઆર નોંધણી સંબંધિત નિયમોને સરળ બનાવ્યા છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે 16 હજાર કોપીરાઈટ આપવામાં આવ્યા હતા જે વર્ષ 2013-14માં ચાર હજાર હતા. તેમણે કહ્યું કે, ગત વર્ષે 28 હજારથી વધુ પેટન્ટ આપવામાં આવી છે, જે વર્ષ 2013-14માં ચાર હજાર હતી. તેમણે કહ્યું કે, છેલ્લા વર્ષમાં 2.5 લાખથી વધુ ટ્રેડમાર્કની નોંધણી કરવામાં આવી છે.
વાતચીત દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. કૃષિ, આરોગ્ય, અવકાશ, ઉદ્યોગ 4.0, સુરક્ષા, ફિનટેક અને પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સે આ વાર્તાલાપ દરમિયાન ભાગ લીધો હતો. 150 થી વધુ સ્ટાર્ટઅપ્સને વિવિધ થીમ પર આધારિત છ કાર્યકારી જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
- Advertisement -spot_img
Latest news
Related news