Saturday, January 29, 2022

દેશમાં આજે સેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે સેના દિવસ છે. 15 જાન્યુઆરી 1949 ના દિવસે  ફિલ્ડ માર્શલ કોડેન્ડેરા એમ. કરિઅપ્પાએ ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તેની માન્યતામાં 15 મી જાન્યુઆરી એ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સેના દિવસ પર સેનાના જવાનો અને પૂર્વ સૈનિકોને શુભેચ્છા પાઠવી છે. એક ટ્વીટમાં, રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય સેના રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક રહી છે. તેમણે કહ્યું, દેશના સૈનિકોએ સરહદ ની રક્ષા અને શાંતિ જાળવવામાં બલિદાન અને બહાદુરીનું પ્રદર્શન કર્યું છે.  દેશ તેમની સેવા માટે આભારી છે.
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ એક ટ્વિટમાંકહ્યું કે  ભારતીય સેનાના પુરુષો અને સ્ત્રીઓ તેમની બહાદુરી, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને અતૂટ દેશભક્તિ માટે જાણીતા છે. દેશને અનેક જોખમોથી બચાવવામાં તેમની નિઃસ્વાર્થ સેવા માટે દેશ તેમનો ઋણી છે.
સેના દિવસ  નિમિત્તે, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દેશના બહાદુર સૈનિકો, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ આપી છે. એક ટ્વિટમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારતીય સેના તેની બહાદુરી અને માટે જાણીતી છે.
- Advertisement -spot_img
Latest news
Related news