સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 23, 2021
6:53PM

21 મી સદીના ભારતની જરૂરિયાતો અને મહાત્વાકાંક્ષાઓ બદલાઈ છે, હવે આઇઆઇટીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિજીનસ ટેક્નોલોજી તરીકે આગળના સ્તરે લઈ જવાની રહેશે.પ્રધાનમંત્રી-

--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 21 મી સદીના ભારતની જરૂરિયાતો અને મહાત્વાકાંક્ષાઓ  બદલાઈ છે અને હવે આઇઆઇટીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિજીનસ ટેક્નોલોજી તરીકે આગળના સ્તરે લઈ જવાની રહેશે. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઈઆઈટી ખડગપુરના 66 મા વાર્ષિક દિક્ષાંત સમારોહને સંબોધતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓએ નવું જીવન શરૂ કરવું પડશે, અને હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ભૂમિકા ભજવવી પડશે. પાસ થતા આપવામાં આવતા મેડલ અને એવોર્ડ્સ, આ દેશના લોકોની માંગણીઓનો ચાર્ટર છે જેને તેઓએ પૂર્ણ કરવાના છે. તેમણે કહ્યું કે આજે નૂતન ભારતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. જે વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી પાસ થયા છે તેઓ 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓના પ્રતિનિધિ છે. શ્રી મોદીએ કહ્યું કે, ઇજનેરો પેટર્નથી પેટન્ટ સુધીની ક્ષમતા ધરાવે છે. જીવનમાં સફળતાની ચાવી એ આત્મ જાગૃતિ, આત્મવિશ્વાસ અને નિ:સ્વાર્થ સેવા છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીન સંશોધનના માર્ગમાં કોઈ શોર્ટકટ નથી. કોઈ સફળ ન થાય તો પણ તેઓ કંઈક નવું શીખશે અને નિષ્ફળતા એ સફળતાનો આધારસ્તંભ છે. 
 કોવીડ પછીની પરિસ્થિતિ દરમ્યાન સલામતિનાં પગલાંઓને ધ્યાનમાં રાખીને, આ વર્ષે દિક્ષાંત સમારોહનું વર્ચુઅલ મોડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશંક અને રાજ્ય મંત્રી સંજય ધોત્રેએ પણ આ સમારંભને સંબોધન કર્યું હતું. નવ સંસ્થાના ગોલ્ડ મેડલ વિજેતાઓ અને છ સંસ્થાના સિલ્વર મેડલ વિજેતા સહિત 75 વિદ્યાર્થીઓને રૂબરૂ સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે બે હજાર અને આઠસોથી વધુ વિદ્યાર્થીઓને ઓનલાઇન મોડમાં ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
IIT એ સંશોધન, સમાજ સેવા અને લોકકલ્યાણમાં ફાળો આપવા બદલ 27 પ્રતિભાઓનું ડોક્ટર ઓફ સાયન્સ, લાઇફ ફેલો એવોર્ડ અને એલમ્નસ એવોર્ડથી નવાજ્યા. તેમાં ડિરેક્ટર, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ, દિલ્હી ડો. રણદીપ ગુલેરિયા, મેટ્રો રેલ કોર્પોરેશનના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ડો. ઇ. શ્રીધરન અને રામકૃષ્ણ મિશન વિવેકાનંદ એજ્યુકેશનલ અને સંશોધન સંસ્થાના પૂર્વ વાઇસ ચાન્સેલર સ્વામી આત્મપ્રિયાનંદજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ