સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 25, 2020
7:19PM

સરકારે આજે કહયું છે કે વર્તમાન ખરીફ સીઝનમાં ડાંગરની ખરીદી જોરશોરથી ચાલી રહી છે

AIR
સરકારે આજે કહયું છે કે વર્તમાન ખરીફ સીઝનમાં ડાંગરની ખરીદી જોરશોરથી ચાલી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ર૩ ટકા વધુ ખરીદી થઇ ચુકી છે. કૃષિ મંત્રાલયે કહયું કે સરકાર લઘુતમ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરી રહી છે. મંત્રાલયે કહયું કે ગઇકાલ સુધીમાં ૧૪૪ લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી થઇ ચુકી છે, જયારે ગયા વર્ષે આ જ સમયગાળામાં પંજાબ, હરીયાણા, ઉત્તરપ્રદેશ, તમીલનાડુ, ઉત્તરાખંડ, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, ગુજરાત અને કેરળમાંથી લગભગ ૧૧૭ લાખ ટન ડાંગર ખરીદવામાં આવી હતી. ચાલુ વર્ષે ખરીદીમાં પંજાબની ભાગીદારી ૬પ ટકાથી વધુ છે. આશરે બાર લાખ ૪૧ હજાર ખેડુતોને ર૭ હજાર ર૯૮ કરોડ રૂપિયાની ચુકવણી થઇ ગઇ છે.
કૃષિ મંત્રાલયે કહયું કે ખરીફ ઋતુમાં તમીલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા, ગુજરાત, હરીયાણા, ઉત્તરપ્રદેશ, ઓડીશા, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં મુલ્ય સમર્થન યોજના અંતર્ગત ૪પ લાખ ટનથી વધુ કઠોળ અને તેલીબીયાની ખરીદીને મંજુરી આપવામાં આવી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ