સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.            કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.            કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.            કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ            કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.           

Jan 24, 2021
11:31AM

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં રાજકોટની આત્મીય યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો

ટ્વિટર
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં રાજકોટની આત્મીય યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ  ગઇકાલે યોજાઇ ગયો. વિદ્યાર્થીઓને સંબોધન કરતાં, શ્રી ચુડાસમાએ તેમને નિયત અભ્યાસક્રમને બદલે હવે જીવનના અચોક્કસ અભ્યાસક્રમમાં અવ્વલ રહી, ઉચ્ચ જીવનમૂલ્યોને સ્થાપિત કરવા જણાવ્યું હતું.  
બિન પરંપરાગત ઉર્જા, સતત વિકસતી ટેકનોલોજી, વણખેડાયેલા ક્ષેત્રો, વગેરેમાં રહેલી નવી-નવી તકોનો લાભ લેવા શ્રી ચુડાસમાએ છાત્રોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ખાનગી યુનિવર્સિટીઓને પણ રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન પુરૂં પાડશે. 
મંત્રીશ્રી ચુડાસમાના હસ્તે વિવિધ વિદ્યાશાખાના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ