સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 26, 2020
9:49AM

વિજયના પર્વ દશેરા-વિજયાદશમીની ગઈકાલે સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ ઉજવણી કરાઇ

આકાશવાણી
અસત્ય પર સત્ય, અત્યાચાર પર સદાચાર કે આસુરી તત્વ પર દૈવી તત્વના વિજયના પર્વ દશેરા-વિજયાદશમીની ગઈકાલે સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ ઉજવણી કરવામાં આવી.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી  રામે અત્યાચારી રાવણ, તેના ભાઇ કુંભકર્ણ અને પુત્ર મેઘનાદનો આસોસુદ દશમે વધ કર્યો હતો. તેથી તેને વિજ્યાદશમી પણ કહેવાય છે. તો મહાભારતકાળમાં અજ્ઞાતવાસ પછી પાંડવોએ શમી વૃક્ષ પર રાખેલાં શસ્ત્રો ઉતારી તેની પૂજા કરી હતી. તેથી ક્ષત્રિયો દ્વારા ગઈકાલે પરંપરાગત શ્રદ્ધાપૂર્વક શસ્ત્રોનું પૂજન કરાય છે. વિજયાદશમી નિમિત્તે ગુજરાતમાં જિલ્લા પોલીસ મથકોએ શસ્ત્ર, વાહન અને અશ્વપૂજાનું આયોજન કરાયું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને દશેરા પર્વની શુભેચ્છાઓ આપી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે, દશેરાનું પર્વ દેશની સાંસ્કૃતિક એકતા મજબૂત બનાવે છે. આ પર્વ આપણને દુર્ગુણોનો ત્યાગ કરીને સદગુણ સાથે બધાની સાથે સુમેળભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કોવિડના સંક્રમણને રોકવાના નિયમો સાથે દશેરાનું પર્વ ઉજવવાની અપીલ કરી છે. 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે, અસત્ય પર સત્યની વિજયનો ઉત્સવ દરેકના જીવનમાં નવી પ્રેરણા લાવશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ