સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
9:55AM

વાહન એકલા ચલાવતા હોવા છતાં પણ માસ્ક પહેરવો ફરજિયાત,-દિલ્હી વડી અદાલત

આકાશવાણી
વાહન એકલા ચલાવતા હોવા છતાં પણ માસ્ક પહેરવો ફરજિયાત છે. આજે દિલ્હી વડી અદાલતે ચુકાદો આપ્યો છે કે, રસ્તાઓ પર ખાનગી વાહનને પણ જાહેર સ્થળની વ્યાખ્યા હેઠળ આવરી લેવામાં આવ્યું છે. કોવિડ રોગચાળાને કારણે ખાનગી વાહનમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક ન પહેરવા બદલ દંડને પડકારતી અરજીઓને અદાલતે ફગાવી દીધી છે. કોર્ટે એ પણ નોંધ્યું છે કે ઘરની અંદર પણ જો વૃદ્ધ વ્યક્તિઓ અથવા ગંભીર બિમારીવાળા વ્યક્તિઓ હોય તો માસ્ક પહેરવો જોઈએ. ન્યાયાધીશ પ્રથિબા સિંઘની સિંગલ જજ બેંચે ચુકાદો આપ્યો હતો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ