સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 23, 2021
7:00PM

રીઅર એડમિરલ તરુણ સોબટીએ આજે પૂર્વીય નૌકા કમાન્ડના કમાન્ડરનું પદ સંભાળ્યું

--
રીઅર એડમિરલ તરુણ સોબટીએ આજે પૂર્વીય નૌકા કમાન્ડના કમાન્ડરનું પદ સંભાળ્યું છે. વિશાખાપટ્ટનમના નેવલ બેઝ ખાતે આજે ચેન્જ ઓફ ગાર્ડનો સમારોહ યોજાયો હતો. રીઅર એડમિરલ તરુણ સોબતી જુલાઈ 1988 માં ભારતીય નૌકાદળમાં કમિશન્ડ અધિકારી તરીકે જોડાયા હતા. તેઓ નેવિગેશન અને ડાયરેક્શનમાં નિષ્ણાત છે. 
રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી, ખડકવાસલાના પૂર્વ વિદ્યાર્થી છે. કોલાજ ઇન્ટરમિસ દ ડીફેન્સ, પેરિસ અને કોલેજ ઓફ નેવલ વોરફેર, મુંબઇના વિદ્યાર્થી છે. 32 વર્ષની કારકીર્દિ દરમિયાન, તેમણે આઈએનએસ કિરપાણ અને આઈએનએસ મૈસુરના નેવિગેટિંગ ઓફિસર, આઈએનએસ વિરાટ પર ડિરેક્શન ઓફિસર અને મિસાઇલ ડિસ્ટ્રોયર આઈએનએસ દિલ્હીના એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવી છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ