સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 24, 2021
9:49AM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ગાંધીનગર ખાતે સેંટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાતના પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહ્યા

માહિતીખાતું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે  યુવા સ્નાતકોને ભારપૂર્વક શીખ આપી છે કે, આજીવિકા રળવા માટે ભણતરનો ઉપયોગ કરવા સાથોસાથ દેશસેવા માટે પણ પોતાના કોશલ્યનો ઉપયોગ કરવો જોઈએ. 
ગાંધીનગર ખાતે ગઇકાલે સેંટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાતના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે બોલતા તેમણે આમ જણાવ્યુ હતું. શ્રી કોવિંદે ઉમેર્યું હતું કે, 747 કરોડની ફાળવણી સાથે સેંટ્રલ યુનિવર્સિટિનું આધુનિક કેમ્પસ આકાર પામી રહ્યું છે, પણ વિશ્વ વિદ્યાલયની સાચી ઓળખ તેના વિદ્યાથીની પ્રતિભા અને વ્યાખ્યાતાની વિદ્વતાને લીધે થતી હોય છે. 21 મી સદીના પડકાર ઝીલી શકે તેવી સક્ષમ નવી પેઢી અહી તૈયાર થશે તેવી આશા પણ તેમણે વ્યકત કરી હતી.
રાજનીતિને રાષ્ટ્રનીતિ જેવા ઉચ્ચ સ્તરે લઈ જનાર નેતા તરીકે મહાત્મા ગાંધી અને સરદાર પટેલનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, દેશને દોરવણી આપનાર મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદી જેવા નેતા પણ ગુજરાતની દેન છે. પદવી અને પદક પ્રાપ્ત કરનાર વિદ્યાથીઓમાં દીકરીઓનું પ્રમાણ ઊંચું હોવાની બાબતને તેમણે સામાજિક પરીવર્તનના સંકેત તરીકે ગણાવી હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ