સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 23, 2021
6:50PM

રાષ્ટ્રપતિ કોવિંદ આવતીકાલે અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે.

--
રાષ્ટ્રપતિ કોવિંદ આવતીકાલે અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. રાષ્ટ્રપતિ કોવિંદ ઉદઘાટન સમારોહ પછી તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ જોશે તેવી અપેક્ષા છે.
અમદાવાદના મોટેરા ખાતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર આવતીકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઇટ પિંક બોલ ટેસ્ટ મેચનું આયોજન કરીને ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. કોવિડ રોગચાળો હોવાના કારણે માત્ર 50 ટકા દર્શકોને જ સ્ટેડિયમની અંદર મંજૂરી આપવામાં આવી હોવા છતાં, અમદાવાદના લોકો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્રિકેટ મેચ જોવા માટે ખૂબ ઉત્સાહિત છે. નવનિર્મિત સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ 1 લાખ 10 હજાર દર્શકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે. મોટેરા સ્ટેડિયમ 64 એકર જમીનમાં ફેલાયેલું છે અને તેનાં ત્રણ પ્રવેશદ્વાર છે. તેમાં 76 વાતાનુકુલિત કોર્પોરેટ બોક્સ છે, અને પ્રત્યેકમાં 25 બેઠકની ક્ષમતા છે. ઓલિમ્પિક રમતના માપ મુજબનો એક સ્વિમિંગ પૂલ અને ચાર ડ્રેસિંગ રૂમ, લગભગ 3 હજાર કાર અને દસ હજાર ટુ-વ્હીલર્સ સમાવી શકે તેટલો પાર્કિંગ વિસ્તાર છે. સ્ટેડિયમમાં ક્લબહાઉસ પણ છે જેમાં 55 ઓરડાઓ, વ્યાયામશાળા, ઇન્ડોર પ્રેક્ટિસ પીચ અને ફૂડ કોર્ટ છે. મોટેરા સ્ટેડિયમની છત પર ફ્લડ લાઇટને બદલે એલઇડી લાઇટ્સ લગાવવામાં આવી છે. 
ઉલ્લેખનીય છે કે મોટેરા સ્ટેડિયમનું હજી ઉદ્ઘાટન થવાનું બાકી હતું ત્યારે ફેબ્રુઆરી 2020 માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના "નમસ્તે ટ્રમ્પ" આઇકોનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી ક્ષમતાવાળા નવા સ્ટેડિયમની દરખાસ્ત નરેન્દ્ર મોદી, જ્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે થઇ હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ