સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 23, 2021
6:57PM

મિશન ઇન્દ્રધનુષના ત્રીજા તબક્કાનો ગઈકાલથી દેશભરમાં આરંભ

--
મિશન ઇન્દ્રધનુષના ત્રીજા તબક્કાનો ગઈકાલથી દેશભરમાં આરંભ થયો છે. ગઈકાલે મિશનના પ્રથમ દિવસે લગભગ 29 હજાર બાળકો અને પાંચ હજાર સગર્ભા સ્ત્રીઓને રસી આપવામાં આવી હતી. તેનો પ્રથમ તબક્કો ગઈકાલથી પંદર દિવસ માટે શરૂ કરવામાં આવ્યો છે. 
આ અભિયાન 29-રાજયો કેન્દ્ર શાસિત પ્રદેશના અલગ તારવેલા 250 જિલ્લા અને શહેરી વિસ્તારોમાં ચલાવવામાં આવી રહ્યું છે. તેનો હેતુ બાળકો અને સગર્ભા સ્ત્રીઓ સુધી પહોંચવા માટે છે કે જેઓ રસીકરણનો તબક્કો ચુકી ગયા છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય મુજબ, રસીકરણ દરમિયાન કોવિડ પ્રોટોકોલ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ