સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.            કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.            કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.            કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ            કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.           

Feb 24, 2021
9:46AM

માનવાધિકાર એજન્ડામાં હજુ પણ આતંકવાદ સહિત અનેક પડકારો છે, -વિદેશમંત્રી એસ. જયશંકર

ફાઇલફોટો
વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે માનવાધિકાર એજન્ડામાં હજુ પણ આતંકવાદ સહિત અનેક પડકારો છે. રાષ્ટ્ર સંઘ માનવ અધિકાર પરિષદ 46 મા સત્રમાં આપેલા નિવેદનમાં ડોકટર જયશંકરે જણાવ્યું કે, વૈશ્વિક અસમાનતાઓ હોય કે સશસ્ત્ર વિરોધ, માનવ અધિકાર સંબંધી પડકારો સતત ચિંતાના વિષયો છે. તેમણે કહ્યું કે કોવીડ રોગચાળાએ ઘણાં ભૌગોલિક સ્થળોએ પરિસ્થિતિને જટિલ બનાવી દીધી છે. આ પડકારોને પહોંચી વળવા આપણે સૌ એ એક થવાની જરૂર છે અને સંસ્થાઓ અને તંત્રમાં આ પ્રકારની આફતોને પહોચી વળવા માટેના ઉપાયોની જરૂર છે, જેથી આનો અસરકારક રીતે સામનો કરી શકાય.
ડોક્ટર જયશંકરે કહ્યું કે, આતંકવાદ હજી પણ માનવજાત માટે સૌથી મોટો ખતરો છે અને તે માનવતા વિરુદ્ધનો ગુનો છે તથા માનવ અધિકારનો સૌથી વધુ ભંગ કરે છે. તેમણે કહ્યું કે, લાંબા સમયથી પીડિત તરીકે ભારત, આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક કાર્યવાહીમાં મોખરે રહ્યું છે. ગયા મહિને સામાન્ય સભામાં ભારતે આતંકવાદનો સામનો કરવા માટે આઠ મુદ્દાનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ