સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 23, 2021
6:58PM

ભારત અને મોરેશિયસે વ્યાપક આર્થિક સહકાર અને ભાગીદારી માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા

--
ભારત અને મોરેશિયસે વ્યાપક આર્થિક સહકાર અને ભાગીદારી માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આફ્રિકાના કોઈ દેશ સાથે ભારત દ્વારા હસ્તાક્ષર કરાયેલ આ પહેલો વેપાર કરાર છે. કરાર એ મર્યાદિત કરાર છે, જે વેપાર, નિયમો, સેવાઓ, તકનીકી અવરોધો, સેનિટરી અને ફાયટોસેનેટરી પગલાં, વિવાદ અને સમાધાન, ટેલિકોમ, અને નાણાકીય સેવાઓને આવરી લેવામાં આવી છે. વાણિજ્ય સચિવ ડો. અનુપ વાધવન અને મોરિશિયસના વિદેશી બાબતોના સચિવ હેયમાન્ડોયલ ડિલમે ગઈકાલે પોર્ટ લુઇમાં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ અને ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા હતા.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ