સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
11:31AM

ભારતની પુરૂષોની હોકી ટીમ અને ઓલમ્પિક હોકી સ્પર્ધા વિજેતા અર્જેન્ટીના વચ્ચે રમાયેલી બીજી પ્રેક્ટીસ મેચ ડ્રો

આકાશવાણી
ભારતની પુરૂષોની હોકી ટીમ અને ઓલમ્પિક હોકી સ્પર્ધા વિજેતા અર્જેન્ટીના વચ્ચે ગઈકાલે બ્યુનોસ એર્સમાં રમાયેલી બીજી પ્રેક્ટીસ મેચ ડ્રો થઈ છે.
બંને ટીમો ચાર-ચાર ગોલ કરી શકી હતી. ભારત વતી વરૂણકુમાર, રાજકુમાર પાલ, રુપીન્દર પાલસિંહે ગોલ નોંધાવ્યા જ્યારે અર્જેન્ટીના તરફથી લીઓનાર્દો તોલિની, લુકાસ તોસ્કાની અને ઈગ્નેસીયોએ ગોલ નોંધાવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, છ પ્રેક્ટીસ મેચો પૈકી પહેલી મેચમાં ભારતે અર્જેન્ટીનાને 4-3 ગોલથી પરાજય આપ્યો હતો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ