સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.            કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.            કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.            કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ            કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.           

Jan 23, 2021
4:41PM

ભરૂચ જિલ્લાનાં વાગરાથી ગંધાર તરફ જતાં માર્ગ પર સાચણ ગામ નજીક નર્મદાની મુખ્ય નહેર પાસે એક કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત.

ભરૂચ જિલ્લાનાં વાગરાથી ગંધાર તરફ જતાં માર્ગ પર સાચણ ગામ નજીક નર્મદાની મુખ્ય નહેર પાસે એક કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત  સર્જાયો હતો. 
આ ઘટનામાં એક બાઇક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ બાઇક સવારોને ઘાયલ અવસ્થામાં વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાગરા પોલીસે આ અંગે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ