સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 23, 2021
7:31PM

પાટણમાં એકસાથે 75 કાગડાના મોત થવાથી પશુપાલન અને વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી

PTC - R.S.Solanki
પાટણમાં એકસાથે 75 કાગડાના મોત થવાથી પશુપાલન અને વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. કીમ્બુવા ગામના વડલાના ઝાડ પરથી કાગડા ટપોટપ નીચે પડતા તેમના મોત થયા હતા. બર્ડફલૂની દહેશતથી ચિંતા ફેલાઇ હતી ત્યારે 6 કાગડાના મૃતદેહને વધુ તપાસ માટે ભોપાલની લેબોરેટરી  ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અન્ય મૃત કાગડાના મૃતદેહને ઉંડા ખાડામાં દાટી દેવામાં આવ્યા હતા.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ