સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 23, 2021
7:27PM

પશ્ચિમ રેલવે દ્વારા મહુવાથી બાંદ્રા બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

--
પશ્ચિમ રેલવે દ્વારા મહુવાથી બાંદ્રા બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો મૂસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.   ટ્રેન નંબર 09290 મહુવા-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ 27 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી મહુવાથી દર શનિવારે 19:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 9:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. પરતમાં 26 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર શુક્રવારે બાન્દ્રા ટર્મિનસથી 16:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 06:45 વાગ્યે મહુવા પહોંચશે.
મહુવા-બાંદ્રા-મહુવા સાપ્તાહિક વિશેષ બીજી ટ્રેન આગામી તા.4 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી મહુવાથી દર ગુરુવારે 19:20 વાગ્યે ઉપડશે. બંને ટ્રેનો રસ્તામાં રાજુલા જંકશન, સાવરકુંડલા, લીલીયા મોટા, ઢસા, ધોલા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર બંને રૂટ પર રોકાશે. મહુવા-બાંદ્રા સાપ્તાહિક વિશેષ ટ્રેનનું બુકિંગ 24 ,અને 27ફેબ્રુઆરી, 2021 થી શરૂ થશે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ