સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 26, 2020
9:54AM

દેશમાં કોવીડના દર્દીઓ સાજા થવાનો દર હવે 90 ટકા થયો

આકાશવાણી
દેશમાં કોવીડના દર્દીઓ સાજા થવાનો દર હવે 90 ટકા થયો છે.
છેલ્લા 24 કલાકમાં 58 હજાર 100 દર્દીઓ સાજા થતા કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા વધીને 71 લાખ 33 હજાર 994 થઈ છે.
આજ સમયગાળામાં કોવીડના નવા 45 હજાર, 065 કેસ નોંધાતા કોવીડના કેસની સંખ્યા વધીને 79 લાખ, 09 હજાર 050 થઈ છે.
અત્યારે દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 6 લાખ, 54 હજાર 686 છે.
છેલ્લા 24 કલાકમાં 460 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક એક લાખ 19 હજાર 030 થયો છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે, ગુજરાતમાં કોવીડના દર્દીઓ સાજા થવાનો દર 89.46 ટકા થયો છે.
ગઈકાલે કોવીડના 963 દર્દીઓ સાજા થતા કોવીડના સાજા થયેલા દર્દીઓની સંખ્યા એક લાખ, 49 હજાર 548 થઈ છે.
એવી જ રીતે ગઈકાલે કોવીડના 919 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા એક લાખ, 67 હજાર, 173 થઈ છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ