સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 24, 2021
9:52AM

છોટાઉદેપુરમાં " ૨૨ ફેબ્રુઆરીથી ૨ માર્ચ ૨૦૨૧ સુધી ઉજવણીના ભાગ રૂપે કૃમિનિયંત્રણની ગોળીઓ બાળકોને આપવામાં આવી.

Rajesh Rathwa
છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ " ૨૨ ફેબ્રુઆરીથી ૨ માર્ચ ૨૦૨૧ સુધી ઉજવણીના ભાગ રૂપે કૃમિનિયંત્રણની ગોળીઓ બાળકોને આપવામાં આવી.
છોટાઉદેપુરની ભેંસાવહી હાઈસ્કૂલમાં વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત ડો. હિમાલયના જણાવ્યા મુજબ કૃમિ સંક્રમિત બાળકોમાં કુપોષણ અને લોહીની ઊણપ થાય છે જેના કારણે બાળકોને હંમેશા થાક લાગે છે, સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણપણે થતો નથી.તેમણે કૃમી સંક્રમણને અટકાવવા માટેના ઉપાયો જણાવ્યા હતા. 
હાઈસ્કૂલમાં ઉપસ્થિત તમામ બાળકોને આરોગ્ય ખાતાના કર્મચારી દ્વારા કૃમિ નિયંત્રણ ની ગોળીઓ ખવડાવવામાં આવી હતી.એક થી ૧૯ વર્ષના બધા જ બાળકોને સ્કૂલ અને આંગણવાડીમાં કૃમિ નિયંત્રણ ગોળીઓ આપવામાં આવી રહી છે સ્કૂલ જતા હોય અને નોંધાયેલ ન હોય તેવા બાળકોને પણ નજીકની આંગણવાડીમાંથી દવાઓ ખવડાવવામાં આવનાર છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ