સમાચાર ઊડતી નજરે
કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇંજેક્શન અને તેના ઉત્પાદન માટે જરૂરી ઔષધીય ઘટકોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો            CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ            આજે વિશ્વ કંપવા જાગૃતિ દિવસ            રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવીડના નવા 5 હજાર 011 કેસ નોંધાયા            છેલ્લા 24 કલાકમાં 35 લાખથી વધુ લોકોની કોવીડની રસી અપાઇ           

Apr 08, 2021
2:16PM

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ

--
ગુજરાતમાં  કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને બુધવારે 37હજાર 507 રેમડેસિવિર  ઇન્જેક્શન્સ બજારમાં મુકવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલો માટે વધુ 35 હજાર જેટલા રેમડેસિવિર  ઇન્જેક્શન્સનો  પુરવઠો મળી ગયો છે. એટલે  હવે ગુજરાતમાં ક્યાંય રેમડેસિવિર  ઇન્જેક્શન્સની  તંગી ન પડે એવું આયોજન કરાયું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી ડૉ. હેમંત કોશિયાએ  જણાવ્યું કે, અમદાવાદમાં 18હજારથી વધારે, જ્યારે સુરતમાં 6 હજાર 706,  વડોદરામાં 4 હજાર 151 અને રાજકોટના બજારોમાં 3 હજાર 878 રેમડેસિવિર  ઇન્જેક્શન્સ  પહોંચ્યા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબનો જથ્થો  પહોંચતો કરવામાં આવ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શન્સની ક્યાંયઅછત ન વર્તાય તે માટે રાજ્ય સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ