સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.            કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.            કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.            કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ            કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.           

Feb 23, 2021
7:48PM

ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હોવાથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદારોનો આભાર માન્યો

--
ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હોવાથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદારોનો આભાર માન્યો છે. મતદાર આલમનો આભાર માનવા માટે જાહેર અભિવાદન કાર્યક્રમ અમદાવાદના ખાનપુર ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો છે. 
અમદાવાદ મહાનગરપાલિકાની 192 પૈકી ૧૫૩ બેઠકના પરિણામ જાહેર થયા છે જેમાં ભાજપને ૧૩૪, કોંગ્રેસને 14 અને અન્ય રાજકીય પક્ષને 4 બેઠક મળી છે. એક બેઠક અગાઉ બિનહરીફ થતાં ભાજપને મળી હતી. મત ગણતરી હજુ ચાલુ છે. 
રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક પૈકી ભાજપને 68, તો કોંગ્રેસને 4 બેઠક મળી છે, જ્યારે અન્ય પક્ષનો કોઈ ઉમેદવાર અહી ફાવ્યો નથી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે પરાજયની જવાબદારી સ્વીકારતા કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગરે પોતાનું રાજીનામું ધરી દીધું છે. 
જામનગર મહાનગરપાલિકાની 64 બેઠક પૈકી 50 બેઠક ઉપર ભાજપે માતબર વિજય મેળવી પોતાનું શાસન જાળવી રાખ્યું છે. કોંગ્રેસના અગિયાર તો બહુજન પાર્ટીના ત્રણ ઉમેદવાર ચૂંટણી જીતવામાં અહી સફળ થયા છે. ભાજપના કાર્યકરોએ વિજેતા ઉમેદવારોનું સરઘસ કાઢીને લોકોનો આભાર માન્યો હતો. જામનગરમાં લોક ચુકાદો સતત છઠી વખત ભાજપની તરફેણમાં આવ્યો છે. 
ભાવનગર મહાનગરપાલિકાની 52 પૈકી 44 બેઠક ભાજપને ફાળે ગઈ છે, જ્યારે 8 બેઠક કોંગ્રેસના હાથમાં આવી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભાવનગરમાં અન્ય કોઈ રાજકીય પક્ષનો એકપણ ઉમેદવાર જીત્યો નથી. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ હારનો નૈતિક સ્વીકાર કરી પોતાનું રાજીનામુ ધરી દીધું છે. 
 વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠક પૈકી ૭૨ના પરિણામ જાહેર થયા છે. ભાજપને ૬૫ તો કોંગ્રેસને ફાળે સાત બેઠક ગઈ છે. મત ગણતરી હજુ ચાલુ છે. 
સુરત મહાનગરપાલિકાની 120 બેઠક પૈકી ૧૧૨ બેઠકના પરિણામ અત્યાર સુધીમાં જાહેર થયા છે જેમાં ૯૩ બેઠક ભાજપને તો આમ આદમી પાર્ટીને ૧૯ બેઠક મળી છે. કોંગ્રેસને ફાળે એકપણ બેઠક હજુ સુધી આવી નથી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ