સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.            ભારતના નિશાનેબાજોની ત્રિપુટીએ આઇએસએસએફ શોટગન વિશ્વકપમાં ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.            દેશના પ્રથમ ઓનલાઇન ભારતીય રમકડાં મેળાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું.            રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો કૃષિમંત્રી આર.સી.ફળદુએ ખાતરી આપી.            પહેલી માર્ચને સોમવારથી રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોને કોવિડ-19ની રસી અપાશે.           

Feb 23, 2021
7:25PM

કેન્દ્ર શાસિત ¬પ્રદેશ દાદરા નગર હવેલીના સંસદ સભ્ય મોહનભાઈ ડેલકરના નશ્વર દેહ ના અંતિમ સંસ્કાર સમયે આદિવાસી સમાજ બહોળી સંખ્યામાં હાજર

--
કેન્દ્ર શાસિત ¬પ્રદેશ દાદરા નગર હવેલીના સંસદ સભ્ય મોહનભાઈ ડેલકરના નશ્વર દેહ ના અંતિમ સંસ્કાર સમયે આદિવાસી સમાજ બહોળી સંખ્યામાં હાજર હતો . સીલવાસાના આદિવાસી ભવનમાં તેમના  અંતિમ દર્શન માટે વ્યવસ્થા કરાઈ હતી અને ત્યાથી અંતિમયાત્રા નીકળી તેમના નિવાસ સ્થાને ગયા બાદ બાળદેવી સ્મશાન ગૃહ આવી હતી , જ્યાં   પુત્ર અભિનવ ડેલકરે પિતા મોહનભાઇ ડેલકરના નશ્વર દેહને મુખાગ્ની આપ્યો હતો.  
દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ અંતિમ વિધિ સમયે હાજર રહ્યા  હતા. લોકસભા સ્પીકર ઓમ  બિરલાએ ટ્વીટ વડે  મોહન ડેલકરને પાઠવી હતી . દિવંગત સાંસદ મોહનભાઇ ડેલકરના માનમાં દાદરા નગર હવેલીમાં સંર્પુણ સ્વૈચ્છિક બંધ લોકોએ પાળ્યું હતું અને  અનિછનીય ઘટના બનતી રોકવા માટે  રેપિડ ઍકશન ફોર્સ સાથે સ્થાનિક  પોલિસ દ્રારા પેટ્રોલીંગ સઘન બનાવાયું છે. અપક્ષ સાંસદ મોહનભાઇ ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટેલમાં ગઇકાલે મળી આવ્યો હતો અને તેમના આકસ્મિક મૃત્યુના કારણોની તપાસ મુંબઈ પોલીસે હાથ ધરી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ