સમાચાર ઊડતી નજરે
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કેન્દ્રશાસિત સિલવાસાનો સમાવેશ.            કેન્દ્રીય કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બોર્ડ દ્વારા નાણાંકીય વર્ષ 2020-21 માટે સાડા આઠ ટકા વ્યાજદરની ભલામણ કરવામાં આવી.            કેવડીયા ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત લશ્કરી અધિકારીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંરક્ષણમંત્રી કરશે.            કેન્દ્ર સરકારે મગફળીની નિકાસ માટે પરવાનગી આપતા ખેડૂતોને સારા બજારભાવ મળ્યા છે.: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ            કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી તપાસ માટે કેન્દ્રીય ટુકડી ગુજરાત આવી પહોંચી.           

Jan 21, 2021
8:03PM

આઈ.આર.સી.ટી.સી, રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ.

આકાશવાણી
ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન આઈ.આર.સી.ટી.સી, રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ કરવામાં આવી છે.
આઈ.આર.સી.ટી.સીના પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર રાહુલ હિમાલિયને જણાવ્યું હતું કે આવતા મહિનામાં બે પિલગ્રીમ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧માં બે ભારત દર્શન ટ્રેનો ચલાવવામાં આવશે. આ તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત આવશે.
આ ટ્રેનોમાં દક્ષિણ દર્શન પિલગ્રીમ વિશેષ ટ્રેન, નમામી ગંગે  પિલગ્રીમ વિશેષ ટ્રેન, કુંભ હરિદ્વાર ભારત દર્શન અને દક્ષિણ ભારત  દર્શન  ટ્રેનનો સમાવેશ થાય છે.
જેમાં ટ્રેન મુસાફરી, ભોજન નાસ્તો, બપોરના ભોજન અને રાત્રિભોજન, માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈની વ્યવસ્થા, સુરક્ષાની વ્યવસ્થા અને અનાઉન્સમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ રહેશે.
આ તમામ પેકેજની વિગત અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા www.irctctourism.com પર ઉપલબ્ધ છે.
શ્રી હિમાલિયને એમ પણ કહ્યું હતું કે ઉપરોક્ત બધી ટ્રેનોમાં કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે.

લાઈવ ટ્વીટર ફીડ