સમાચાર ઊડતી નજરે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે.            સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            પ્રધાનમંત્રી ત્રીજા વૈશ્વિક નવીનીકરણ ઉર્જા રોકાણ સંમેલન અને પ્રદર્શન – રીઇન્વેસ્ટ ર૦ર૦નું વર્ચુઅલ માધ્યમથી ઉદઘાટન કરશે.            ભારતે અફઘાનિસ્તાનમાં સામુદાયિક વિકાસ પરિયોજનાઓના ચોથા તબક્કાની શરૂઆત કરી.            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી           

Mar 16, 2020
2:21PM

અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદર લગભગ શૂન્ય સુધી ઘટાડ્યા

AIR
અમેરિકાની ફેડરલ રિઝર્વે કોરોના વાયરસના કારણે અર્થતંત્ર ઉપર થઈ રહેલ ગંભીર અસરના પ્રતિભાવમાં મહત્વના વ્યાજદર લગભગ શૂન્ય સુધી ઘટાડ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં વ્યાજદરમાં કરાયેલો આ બીજી વખતનો ઘટાડો છે. આ નિર્ણય સાથે ધિરાણ માટેના દર ઘટીને પોઈન્ટ 25 ટકા થયા છે.
વર્ષ 2008માં વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન લગભગ આજ દરે વ્યાજદર લઈ જવાયા હતા. ફેડરલ રિઝર્વે અર્થતંત્ર ફરીથી પુર્વવત સ્થિતિમાં ન થાય ત્યાં સુધી ઓછા વ્યાજદર રાખવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલાને આવકાર્યું છે.
આ નિર્ણય સાથે અમેરિકાની ફેડરલ રિઝર્વ સંસ્થા વૈશ્વિક અર્થતંત્રમાં પૂરતા પ્રમાણમાં રોકડની તરલતા ઉપલબ્ધ થાય અને આ વ્યવસ્થા ટકી રહે તે માટે બાંહેધરી આપનાર અન્ય કેન્દ્રીય બેંકો સાથે જોડાઈ છે.
ફેડરલ રિઝર્વએ યુરોપીયન સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન, બેંક ઓફ કેનેડા અને સ્વિસ નેશનલ બેંકની સાથે સંકલન સાધીને આ કામગીરી કરી છે.

લાઈવ ટ્વીટર ફીડ