સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Oct 20, 2019
2:35PM

ફ્રાન્સે કહ્યું છે કે યુરોપીય સંઘમાંથી બ્રિટનના છૂટા પડવામાં હવે થતો વિલંબ કોઈનાય હિતમાં નથી

-
ફ્રાન્સે કહ્યું છે કે યુરોપીય સંઘમાંથી બ્રિટનના છૂટા પડવામાં હવે થતો વિલંબ કોઈનાય હિતમાં નથી. નવી બ્રેકઝીટ સમજૂતી અંગેનો નિર્ણય બ્રિટનના સાંસદોએ મુલતવી રાખ્યા પછી ફ્રાન્સે આવો પ્રતિભાવ આપ્યો છે. ફ્રાન્સના પ્રમુખના કાર્યાલયના જણાવ્યા અનુસાર કરાર પર વાટાઘાટ થઈ ચૂકી છે અને હવે તે સ્વીકારવો કે ઠુકરાવવો તે બ્રિટનની સંસદ પર છે. બ્રિટનના સાંસદોએ ગઈકાલે યુરોપીય સંઘમાંથી નીકળી જવું કે કેમ તે માટેનો પ્રસ્તાવ તરફેણમાં 306 વિરુધ્ધ 322 મતથી ઠુકરાવી દીધો હતો. તેનાથી પ્રદાનમંત્રી બોરીસ જ્હોન્સનના નિર્ણયનો અમલ વિલંબમાં પડ્યો છે. સાંસદોની દલીલ છે કે ઓક્ટોબર 32ની આખર તારીખ પહેલાં કરારનાં પાસાંનો અભ્યાસ કરવા વધુ સમયની જરૂર છે.

લાઈવ ટ્વીટર ફીડ