સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.            બ્યૂનોસ એર્સ ખાતે રમાઈ રહેલી એફ.આઈ.એચ. હોકી પ્રોલિગમાં ભારતની પુરૂષોની ટીમ અને એર્જન્ટીના વચ્ચે આવતીકાલે મુકાબલો થશે.           

Feb 23, 2021
6:56PM

અમેરિકામાં કોવિડથી પાંચ લાખ દર્દીઓનાં મોત

--
અમેરિકામાં કોવિડથી પાંચ લાખ દર્દીઓનાં મોત થયાં છે. ગઈકાલે અમેરિકાના પાંચ લાખમાં દર્દીનું મોત નોંધાયું છે. બ્રાઝિલમાં નોંધાયેલ કોવીડથી મૃત્યુ કરતાં અમેરિકામાં બમણા કરતાં વધુ દર્દીઓનાં મોત થયાં છે. 
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ગઈકાલે વ્હાઇટ હાઉસમાં મૃતકોની શાંતિ માટે બે મિનીટ મૌન અને મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધાંજલિ આપી હતી, અને આગામી પાંચ દિવસ માટે સંઘીય ઇમારતો પર અમેરિકન ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાના આદેશ આપ્યા હતા. તેમણે અમેરિકાના નાગરિકોને માસ્ક પહેરવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે અન્ય પગલાં ભરવા અનુરોધ કર્યો. તેમણે જણાવ્યું કે, રોગચાળાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પ્રથમ વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ અને વિયેટનામ યુદ્ધના સંયુક્ત યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોથી વધારે છે. 
અમેરિકા વિશ્વની લગભગ 4% વસ્તી હોવા છતાં અમેરિકામાં કોવિડના  25% કેસ અને 20% મૃત્યુ નોંધાયા છે. દરમિયાન, કેલિફોર્નિયાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સાત હજારની નીચે આવી ગઈ છે, જે બે અઠવાડિયામાં ત્રીસ ટકાથી વધુનો ઘટાડો દર્શાવે છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે ટેક્સાસમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તતી હતી કારણ કે રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દીઓની સૌથી ઓછી સંખ્યા જોવા મળી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ