દેશમાંઅત્યાર સુધીમાં એક કરોડ, 14 લાખ, 24 હજાર, 94 લોકોને કોવિડની રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયનાં અધિક સચિવ મનોહરઅગનાનીએ જણાવ્યું છે કે ગુજરાત સહિત ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશલક્ષદ્રિપે 75 ટકાથી વધુ આરોગ્ય કર્મીઓનેરસી આપવાની કામગરી કરી છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડનાં તેરહજાર, 230દર્દીઓ સાજા થતાં, કોવિડને માત આપનારની સંખ્યા, એક કરોડ, સાત લાખ, દસ હજાર, 483 થઈ છે. આજ સમયગાળામાં કોવિડનાં નવા દસ હજાર493 કેસ નોંધાતા, કોવિડનાં કુલ કેસોની સંખ્યા એક કરોડ, દસ લાખ, પંદર હજાર, 863 થઈ છે. અત્યારે દેશમાં એક્ટીવકેસોની સંખ્યા એક લાખ, 44 હજાર, 332 છે. ગઈકાલે 76 દર્દીઓના મૃત્યુ થતાં કોવિડનાં લીધે મૃત્યુપામનારની સંખ્યા એક લાખ, 56 હજાર, 478 થઈ છે.