સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

Feb 22, 2021
2:58PM

કેન્દ્રએ કોવિડ કેસો વધી રહ્યા છે તેવા રાજ્યોને RTPCR પરીક્ષણો તથા સર્વેક્ષણ વધારવા જણાવ્યું.

ફાઇલ ફોટો
કેન્દ્રએ કોવિડ કેસો વધી રહ્યા છે તે રાજ્યોને RTPCR પરીક્ષણો તથા સર્વેક્ષણ વધારવા જણાવ્યું છે. કેન્દ્રએ જે રાજ્યોમાં નવા કોવિડ કેસોમાં વધારો જોવા મળ્યો છે તે રાજ્યોમાં ચુસ્ત અને વ્યાપક સર્વેલન્સ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવા તથા કડક નિયંત્રણ લગાવવા જણાવ્યું છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, ગોવા અને ચંદીગઢમાં દૈનિક પોઝીટીવ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. કેન્દ્રએ આ રાજ્યોને RTPCR પરીક્ષણો તથા રેપીડ એન્ટીજન ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા લેખિત સૂચના આપી છે.
કેન્દ્રએ રાજ્યોને કોવિડના નવા સ્વરૂપ પર દેખરેખ રાખવા જણાવ્યું છે.
દરમ્યાન મહારાષ્ટ્રમાં વિવિધ જિલ્લા વહિવટીતંત્રએ કોવિડ માર્ગદર્શિકાનું કડક પાલન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. અમરાવતી અને આચલપુરમાં કડક લોકડાઉન લગાવાશે તો નાસીક, પુના અને અમરાવતી જિલ્લાઓમાં રાત્રી કર્ફ્યુ અમલી બનશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ