સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

Feb 21, 2021
9:36AM

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 51 હજાર 236 વ્યક્તિઓને કોવિડ રસીનો બીજો ડોઝ અપાયો

ફાઇલ ફોટો
રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8 લાખ 12 હજાર 333 વ્યક્તિઓને કોવીડની રસીનો પ્રથમ અને 51 હજાર 236 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવે છે. જો કે, અત્યારસુધીમાં કોઇપણ વ્યક્તિને ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
દરમિયાન ગઇકાલે કોરોનાના 270 દર્દીઓ સાજા થતા સાજા થવાનો દર 97.72 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 60 હજાર 745 દર્દીઓએ કોરોનાને માત આપી છે તો નવા 258 કેસ નોંધાયા છે. જો કે, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, જામનગર, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કુલ એકટીવ કેસની સંખ્યા 1 હજાર 672 છે. જેમાંથી 1 હજાર 643 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. જયારે 29 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક પણ મૃત્યુ નોધાયું નથી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ