સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

Feb 20, 2021
10:15AM

રાજ્યમાં અત્યાર સુધીમાં આઠ લાખ નવ હજાર 893 વ્યક્તિઓને કોવિડની રસી આપવામાં આવી

--
રાજ્યમાં અત્યાર સુધીમાં આઠ લાખ નવ હજાર 893 વ્યક્તિઓને કોવિડની રસી આપવામાં આવીછે. 
રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 97.72 ટકા થયો છે. 
છેલ્લા 24 કલાકમાં અરવલ્લી, બોટાદ સહિત આઠ જિલ્લાઓમાં કોવિડનો એક પણ કેસ નોંધાયો નથી. 
છેલ્લા 24 કલાકમાં કોવિડના 277 દર્દીઓ સાજા થયા છે, જ્યારે કોવિડના 266 નવા કેસ નોંધાયા છે. 
અત્યારે રાજ્યમાં કોવિડના એક્ટીવ કેસની સંખ્યા એક હજાર 684 છે. આ પૈકી એક હજાર 654 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 30 જણા વેન્ટીલેટર ઉપર છે. 
છેલ્લા 24 કલાકમાં કોવિડના એક દર્દીનું મૃત્યુ થતાં કોવિડના કારણે મૃત્યુ થતા, કોવિડના કારણે મૃત્યુ પામનારની સંખ્યા ચાર હજાર 404 થઈ છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ