સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.            બ્યૂનોસ એર્સ ખાતે રમાઈ રહેલી એફ.આઈ.એચ. હોકી પ્રોલિગમાં ભારતની પુરૂષોની ટીમ અને એર્જન્ટીના વચ્ચે આવતીકાલે મુકાબલો થશે.           

Feb 19, 2021
1:32PM

દેશમાં માત્ર એક મહિનામાં એક કરોડથી વધુ લોકોને કોવિડ રસી આપવામાં આવી

-
દેશમાં માત્ર એક મહિનામાં એક કરોડથી વધુ લોકોને કોવિડ રસી આપવામાં આવી છે, જે એક રેકોર્ડ છે.છેલ્લાં 24 કલાકમાં છ લાખ, 58 હજારથી વધુ લોકોને કોરનાની રસી અપાઈ. કોરોનાથી સાજા થવાનો દર 97.30 ટકા થયો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લાં 24 કલાકમાં 10 હજાર, 896 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.અત્યાર સુધી એક કરોડ, છ લાખ, 67 હજાર લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ચૂક્યા છે.

છેલ્લાં 24 કલાકમાં 13 હજાર, 193 નવા કોરોનીના કેસો નોંધાયાછે. દેશમાં સક્રિય કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 97 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે એકલાખ, 56 હજાર, 111 લોકોના મૃત્યુ થયા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ